સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

મોરબીના લાલપર નજીક થયેલ લુંટના બે આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા

મોરબી તા. ૧૪ : મોરબીના લાલપર નજીક થયેલ લુંટના બે આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા હતા.

મોરબી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. મિલકત સંબધી ગુનાઓ શોધી કાઢવા અંગે સુચના આપતા મોરબી એલ.સી.બી ટીમને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબીના લાલપર ગામ પાસેથી રજુ બીરુભાઈ તિરંગીલાલ દહીકાર (ઉ.૨૧)રહે-કમરુદીનપુર,ઉતરપ્રદેશ અને બમબમ કુમાર બનારસી ચૌધરી (ઉ.૩૨) રહે-સોનેક્ષગોલ્ડ સિરામિક તથા મૂળ-બિહારવાળાને પકડી મોરબી તાલુકા પોલીસ મથકના લૂટના ગુનામાં પકડી પાડીને તેની પાસેથી મોબાઈલ નંગ-૨ કીમત ૨૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

(12:48 pm IST)