સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

વાછકપર બેડીમાં ભરવાડ પરિવારો વચ્ચે ધબધબાટીઃ ત્રણ ઘાયલ થયા

રાજકોટ તા. ૧૪: મોરબી રોડ પરના વાછકપર બેડી ગામે રહેતાં ભરવાડ પરિવારો વચ્ચે વિજ કનેકશન બાબતે ચાલતાં મનદુઃખને લીધે મારામારી થતાં ત્રણને ઇજા થઇ હતી.

વાછકપર રહેતાં મોતીભાઇ જીવણભાઇ હાડકરડા (ઉ.૩૫) નામના ભરવાડ યુવાન અને તેના બા લાભુબેન જીવણભાઇ હાડકરડા (ઉ.૫૫) સાંજે આઠેક વાગ્યે ઘર પાસે હતાં ત્યારે ગેલા ભલા, સુરેશ ગેલા, રવિ ગેલા, નિતાબેને ઝઘડો કરી પાઇપથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ રાજેશભાઇએે જરૂરી કાર્યવાહી કરી હતી. સામા પક્ષે ભગવાનજી ગેલાભાઇ હાડકરડા (ઉ.૨૨)એ પણ પોતાના પર જીવણ ભાણાભાઇ, મોતી જીવણભાઇ અને લાભુબેને હુમલો કરી માર માર્યાની ફરિયાદ કરી હતી.

(11:38 am IST)