સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

પોરબંદરમાં પરેશ ખારવાએ ઝેર પીધું: ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૪: પોરબંદરમાં હોસ્પિટલ કવાર્ટરમાં રહેતાં પરેશ હરેશભાઇ કણકીયા (ઉ.૩૪) નામના ખારવા યુવાને પોરબંદરમાં કોઇપણ જગ્યાએ ઝેરી દવા પી લેતાં ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.

પરેશ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો છે અને સંતાનમાં એક પુત્ર છે. અગાઉ તે હોસ્પિટલમાં જ કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતો હતો. પીવાની ટેવ હોઇ ત્રણેક માસથી નોકરી છોડી દીધી છે. નશામાં તેણે ઝેર પી લીધું કે પછી કોઇ કારણે કંટાળીને? તે બહાર આવ્યું નથી. ભાનમાં આવ્યા બાદ પોલીસ કાર્યવાહી કરશે.

(11:37 am IST)