સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

સૌરાષ્ટ્રના ૪ ગામોમાં ફેર મતદાનઃ બપોર સુધી સરેરાશ પ૦%

ગીરસોમનાથ જીલ્લાના બંધારડા, ગાગડા અને જામનગર જીલ્લાના ધુનડા-માનપરમાં કર્મચારીની ભુલના કારણેબીજી વખત મતદાન કરવુ પડયું

જામનગર : તસ્વીરમાં ધુનડા અને માનપરના મતદારો મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

રાજકોટ તા. ૧૪ : આજે વિધાનસભા ચૂંટણીનું બીજા તબકકાનું મતદાન થઇ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના ૪ ગામ સહિત ગુજરાતના ૬ મતદાન મથકોએ મતદાન થઇ રહ્યું છ.ે

જેમાં ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના બંધારડા અને ગાંગડા ગામમાં તથા જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડા અને માનપરમાં મતદાન યોજાયું છે. જેમાં બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં પ૦ ટકા સરેરાશ મતદાન થયું છે.

આ ઉપરાંત તાપી જીલ્લાના નિઝર અને વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના ચાણોદ કોલોની ચાણોદમાં ફેર મતદાન યોજાયું છે.

તા.૯ને શનીવારે પ્રથમ તબકકાના મતદાન સમયે પ્રારંભે ઇવીએમમાં ''મોકપોલ'' એટલે કે ટેસ્ટીંગ મત આપવામાં આવે છેજે બાદમાં ડીલીટ કરવામાં આવે છે પરંતુ  કર્મચારીની ભુલના કારણે મોકપોલ ડીલીટ કરવાનું રહી જતા ફેર મતદાન કરવા આવી રહ્યું છે.

ઉનાનો અહેવાલ

ઉના  વિધાનસભા સામાન્ય ચૂંટણી - ર૦૧૭ અન્વયે ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ વિસ્તાર માટે ગત તા.૯ને શનિવારના રોજ મતદાન યોજવામાં આવેલ જે પૈકી ૧૬૩-બંધારડા અને રર૪-ગાંગડા-૩ મતદાન બુથ ઉપર થયેલ ક્ષતિના કારણે ભારતના ચૂંટણી પંચ તરફથી ઉપરોકત બે બુથ પર થયેલ મતદાન રદ કરવા અને ફેરમતદાન યોજાયુ છે.

ઉનાના ગાગડા અને બંધારડા બુથ પર ચૂંટણી શાંતિ પૂર્વક ચાલુ થતા ભાજપ સભ્ય હરીભાઇ બાંધાભાઇ સોલંકીના કાર્યકર વહેલી સવારથી ચૂંટણી બૂથ પર પહોંચી ગયા હતા અને કોંગ્રેસના સભ્ય પુજાભાઇ ભીમાભાઇ વંશ પણ વહેલી સવારેથી મતદાન મથકોએ પહોંચ્યા હતા.

દરમિયાન બપોરના ર વાગ્યા સુધીમાં ઉનાના ગાગડામાં પર ટકા અને બંધારડામાં પ૪ ટકા મતદાન થયું હતું.

જામનગર

જામનગર : જામજોધપુર તાલુકાનાં ધુનડા અને માનપરમાં આજે ફેર મતદાન યોજાયુ છે જેમાં સવારથી જ મતદારો મતદાન  માટે ઉમટયા હતાં. અને બપોરના બે વાગ્યા સુધીમાં ધુનડામાં પર.રપ ટકા અને માનપરમાં પ૪.૦૭ ટકા મતદાન થયું છે.

(4:30 pm IST)