સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

ગારીયાધાર વિધાનસભા બેઠક ઉપર કોણ બાજી મારશે ? અનેક તર્કવિતર્ક

ગારીયાધાર, તા. ૧૪ :. ચૂંટણીના માહોલમાં ભાજપા-કોંગ્રેસ સામે હંમેશા કાંટે કી ટક્કરો થતી હોય છે. જેમા ૨૦૧૭માં બન્ને પાર્ટીને હંફાવા માટે ગુજરાત જનચેતના પાર્ટી પણ મેદાનમાં આવતા ભાજપ-કોંગ્રેસ બન્નેને પોતાની જીત નિશ્ચિત કહેવી ભૂલ ભરેલી છે. આ સીટ પર ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા એક જ કોળી ઉમેદવાર લડતા હોવાથી કોળી સમાજના મત ખંખેરવામા જનચેતના પાર્ટી સફળ સાબિત થઈ છે. જેની મોટાપાયે નુકશાની ભાજપના ફાળે જાય છે. જ્યારે કોંગ્રેસના પણ કોળી અને દલિતોના મત ખંખેરવામાં ગુજરાત જનચેતના પાર્ટી સફળ થયુ છે.

સમગ્ર સીટના ૫૫/૩૧ મતદાનમાં ગારીયાધાર પંથકનું મતદાન ખૂબ ઓછુ છે. જ્યારે ભાજપ માટે જેસર અને મહુવાના ગામડામાં થયેલુ ભારે મતદાન જીતની આશા જીવંત રાખી છે. તેમા પણ કોંગ્રેસને પણ પોતાની વોટબેંક ઉપરાંત પાટીદાર ફેકટરનો આંશિક ફાયદો સેવાઈ રહ્યો છે, પરંતુ સરવાળે ત્રીપાંખીયા જંગમાં વિજયનો તાજ કોના શિરે ધારણ થાય છે તે હાલના સમયે કહેવુ ખૂબ મુશ્કેલી ભર્યુ છે.

(11:27 am IST)