સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

માળીયા મિંયાણાના ખીરઇ ગામમાં પીવાનું પાણી ન મળતા નારાજગી

મોરબી તા. ૧૪ : માળીયા મિંયાણા તાલુકાનુ ખીરઈ ગામ કેનાલના કાંઠે તેમજ બાજુ માં માળીયા તાલુકાના બાવન ગામડાને પીવા માટેના પાણીની સપ્લાય કરતો સંપ ધરાવે છે છતા પીવા માટે નુ પાણી ન પહોંચતુ હોવાની રાવ ગ્રામજનોમાં ઉઠી છે ત્યારે આ બાબતે ખીરઈ ગામના સરપંચ મહંમદભાઈ બુખારી એ અનેક વખત લેખીત તથા મૌખિકમાં જાણ કરી હોવા છતા નિંભર તંત્ર બેધ્યાન બની તમામ અરજીઓને ઘોળીને પી ગયા હોય તેમ કોઈ પણ જાતનુ ધ્યાન આપવામાં આવ્યુ ન હોવાનુ સરપંચશ્રી એ જણાવ્યુ છે.

પાણીની મેઈન લાઈન ૪૦ વર્ષ જુની છે જે છેલ્લા બે વર્ષથી ઘણી જગ્યાએ તુટેલી હાલતમાં હોવાથી મેઈન રોડ વચ્ચે લીકેજ થતુ પાણી વેડફાતુ હોવાના કારણે અડધુ ગામ પાણીથી વંચિત રહેતુ હોવા ની ફરિયાદ ઉઠવા પામી છે. સરપંચશ્રીએ અનેકવાર રૂબરૂ મળી જાણ કરવા છતા પાણી પુરવઠા ના અધીકારી છેલ્લા ૧૧ માસથી રિપેરીંગ કરી આપવા ના સપના દેખાડી પહેલા ગામની લાઈન બદલવા નુ કહ્યુ હતુ જે સરપંચે તાજેતરમાં જ ગામ માં ૭ હજાર ફુટ નવી લાઈન નાંખી દીધી છે છતા પાણી પુરવઠા વિભાગે આજદીન સુધી લાઈન રીપેરીંગ કરવા ની તસ્દી લીધેલ નથી જેથી સ્થિતિ જૈસે થૈ જેવી હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે તેમજ પાણી પુરવઠા વિભાગે સરપંચને ગામમાં નવી લાઈન નાંખી દેવા જણાવ્યુ હતુ જે બાદ તાજેતરમાં જ નવી લાઈન નાખી હોવા છતા રીપેરીંગ કરવા ની આનાકાની વચ્ચે ખીરઈ ગ્રામજનો એ રીતસરનો રોષ વ્યકત કર્યો છે.

(11:26 am IST)