સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

માણાવદર પાસે દારૂ ભરેલી કારને અંધારામાં મૂકી ત્રણ શખ્સો નાસી ગયા

માણાવદર તા.૧૪: નાયબ પોલીસ મહાનીરીક્ષક એસ.પી.રાજકુમાર પાંડીયન પોલીસ અધિક્ષક શ્રી નીલેશ જાજડીયાના આદેશથી તથા મદદનીશ પો.અધિ. સંજય  ખેરાતના માર્ગદર્શન હેઠળ માણાવદર પો.સ્ટે વિસ્તારમાં દારૂબંધીનો કડક રીતે અમલ થાય તે માટે માણાવદર પો.સ્ટેના પો.સબ.ઇન્સ જે.પી.ગોસાઇ, પો.કોન્સ સુરેશભાઇ રામભાઇ, શૈલેષભાઇ દિપકભાઇ, વિક્રમભાઇ મનસુખભાઇ, ગોપાલભાઇ હિરાભાઇ ચેકીગમાં હતા તે દરમ્યાન જુનાગઢ રોડ ઉપર આવેલ ચેક પો.સ્ટ પાસે વાહન ચેકીગ દરમ્યાન જુનાગઢ બાજુથી એક ફોર વ્હિલ કાર આવતી હોય જેને ઉભી રાખવા ઇશારો કરેલ પરંતુ ફોર વ્હિલ ચાલકે કાર ઉભી રાખેલ નહિ અને એકદમ પુરઝડપે માણાવદર બાજુ ભગાડી જતા સ.વા.જીપ સાથે ફોર વ્હિલ કારનો પીછો કરતા સરદારગઢ ગામના રસ્તા ઉપર અંધારામાં ફોર વ્હિલ ઉભુ રાખી તેમાંથી ત્રણેક અજાણ્યા ઇસમો નાશી ગયેલા અને ઉપરોકત હુન્ડાઇ કંપનીની વેરના કારજેના રજી.નં.જીજે-૧૦-એપી-૯૯૧૦માં પાછળની સીટ રાખેલ પરપ્રાન્ત બનાવટની જુદી જુદી બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂ મોટી બોટલો નં.૧૦૮ જેની કુલ કી.રૂ.૪૩૨૦૦નો મળી આવેલ જેને કબ્જે કરેલ તથા કાર કિ.રૂ.૩૦૦૦૦૦ ગણી કુલ કી.૩,૪૩,૨૦૦નો મુદામાલ કબ્જે કરેલ આ નાશી જનાર ત્રણેય ઇસમોને પકડવા તજવીજ કરેલ છે.

(11:24 am IST)