સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

ગગનમાં ''જેમીનીડ ઉલ્કાવર્ષા''

ભાવનગર એસ્ટ્રોનોમી કલબ દ્વારા સાંજે ૮:૪૫ થી ૧૦ શુધી તખ્તેશ્વેર મંદિરે ટેલીસ્કોપ દ્વારા નિહાળવાની વ્યવસ્થા

ભાવનગર તા.૧૪: ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા સંવર્ધિત કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવવા અને પર્યાવરણ પ્રત્યે લોક જાગૃતતા લાવવા ૧૫ વર્ષથી વિવિધ દિવસોની ઉજવણી જેવા અનેક વિધ કાર્યક્રમો દ્વારા કાર્યરત છે.

માણસને ખરતા તારાનું વિજ્ઞાન સમજાવી શકે એવી જ એક અદભૂત ખગોળીય ઘટના જે તા.૧૩,૧૪ અને ૧૫ ના રોજ આકાર પામવા જઇ રહી છે. આપણે કયારેક આકાશમાંતી અસંખ્ય તારાઓને ખરતા જોઇએ છીએ પરંતુ વાસ્તવમાં તારાઓ કદી ખરતા નથી. જે ખરે છે તેને ''ઉલ્કા'' કહેવામાં આવે છે. આખા વર્ષ દરમ્યાન અનેક ઉલ્કાવર્ષા જોવા મળે છે. પરંતુ આ વખતે ઉલ્કાવર્ષા મિથુન એટલે કે જેમીનીડ રાશિમાં બનવાની હોવાથી આને ''જેમીનીડ ઉલ્કાવર્ષા'' કહેવામાં આવે છે.

જેમીનીડ ઉલ્કાવર્ષાને ટેલીસ્કોપ દ્વારા નિહાળવા માટેની વ્યવસ્થા કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર પ્રેરિત ભાવનગર એસ્ટ્રોનોમી કલબ દ્વારા તા.૧૪ સાંજે ૮:૪૫ કલાકથી ૧૦.૦૦ કલાક સુધી તખ્તેશ્વેર મંદિર ખાતે કરવામાં આવશે. જેમીનીડ ઉલ્કાવર્ષા વિષેની વધારે માહિતી ભાવનગરના ખગોળ ક્ષેત્રના માહિતગાર સુભાષનગર મહેતા દ્વારા આપવામાં આવશે.

ભાવનગરના ખગોળરસીક જનતાને આ ઘટનાના નિહાળવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા જાહેર નિમંત્રણ છે.

(11:24 am IST)