સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

જસદણની શાન ''સિટો પ્રાઇડ'' સિનેમા બોલિવૂડના ડિરેકટર અને રાઇટર મિ. અનીલશ બઝમીના હસ્તે સાંજે ઉદ્દઘાટન

જસદણ તા. ૧૪: જસદણના આંગણે સિનેમા ''સિટી પ્રાઇડ'' ડોલ્બી ડિજિટલ મલ્ટી-પ્લેકસનું ઉદ્દઘાટન થવા જઇ રહ્યું છે. બોલિવૂડના ડિરેકટર અને રાઇટર મિ. અનીલ બઝમીના કર કમલ હસ્તે સિનેમા ખુલ્લું મુકાઇ રહ્યું છે. તેમ સિનેમાના ઓનર નરેન્દ્રભાઇ ગાંગડિયા, ભરતભાઇ ખાચર, હિતેષભાઇ મેહતા, અમિતભાઇ ધાબલીયા, ઇલેશભાઇ મેહતા જણાવી રહ્યા છે. સાંજે અગ્રગણ્ય આમંત્રિતોની હાજરીમાં ખુલ્લું મુકાઇ રહ્યું છે ત્યારે સિનેમાની વિશેષતા તરફ નજર કરીએ તો સિનેમા ''સિટી પ્રાઇડ'' જસદણ તાલુકાવાશી માટે એક નજરાણું બની રહેશે. જસદણ ખાતે સિનેમા કરવાનું કારણ જણાવતા જણાવે છે કે, વતન જસદણની ભૂમિનું રૂણ તેમજ જસદણ વિસ્તારમાં અતી આધુનિક સિનેમા ના હોવાથી જસદણ તાલુકાની જનતાને વિશેષ મનોરંજન મળી રહે તેવા શુભ હેતુથી ભેટ આપવાનું નકકી કરેલ છે. ઓનર વધુમાં પ્રકાર પાડતા જણાવે છે કે સિનેમા ''સિટી પ્રાઇડ૩' આધુનિક ટેકનોલોજીમાં સૌરાષ્ટ્ર ફર્સ્ટ છે. વિશેષમાં તા. રર-૧ર-ર૦૧૭ના રોજ સલમાન ખાન નિર્મિત પીકચર ''ટાઇગર ઝિંદા હૈ'' આવી રહ્યું છે. ત્યારે જસદણની જનતાને મનોરંજન માણવા આમંત્રિત કરવામાં આવે છે.

(11:23 am IST)