સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

કોડીનાર પાસે દારૂનો ભરેલ બાચકા સાથે એકટીવા મૂકી પોલીસને જોઇ અડવીનો રણજીત નાસી ગયો

કોડીનાર તા. ૧૪ :.. કોડીનાર પોલીસે  ૪૪ બોટલ ઇગ્લીશ દારૂ સહિત રૂ. ૩૪,૪૦૦ નો મુદામાલ ઝડપી પાડયાની કોડીનાર પોલીસમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા કીશોરગીરીબાપુએ રાવ નોંધાવી છે.

પોલીસ સ્ટાફ પી. આઇ. ખાભવાની સુચના ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહીબીશન અંગે પેટ્રોલીંગમાં હતા છાછર ગામની ગોવિદપુર ભંડારીયા ગામ તરફ જતા શીગાંડા નદીના પુલ ઉપર પહોંચતા બાતમી મળેલ કે કરેડા ગામ તરફથી એક એકટીવા સ્કુટર જેના નં. જીજે ૧૧ બી.ઓ.-૦૮૬૭ છે જેમાં આગળના ભાગે રાખેલ બાચકામાં પરપ્રાંતનાં ઇંગ્લીશ દારૂ લઇ વડનગર ગામ તરફ જવાનો છે. જેથી પોલીસ સ્ટાફ પુલ ઉપર વોચમાં હતા ત્યારબાદ ઉપરોકત બાતમી વાળી એકટીવા કરેડા ગામ તરફથી આવતી દેખાણી જેનો ચાલક પોલીસને જોઇ એકટીવા તથા બાચક ઝૂકી નાસી ગયેલ.

આ શખ્સનું નામ રણજીતભાઇ મુળજીભાઇ કાતીરા રે. અડવીના હોવાનું જાણવા મળેલ બાચકુ ખોલી જતા જેમાં પરપ્રાંતનાં ઇંગલીશ દારૂ ૧૮૦ એમ. એલ. ની ૪૪ બોટલો જેની કિંમત રૂ. ૪૪૦૦ ત્થા એકટીવાની કી. રૂ. ૩૦,૦૦૦ સહિત કુલ રૂ. ૩૪,૪૦૦ નાં મુદામાલ કબ્જે કરી નાસી ગયેલ રણજીત કાતિરાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

(11:22 am IST)