સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

''સાજણ પ્રિતની જગમાં થાશે જીત'' ગુજરાતી ફિલ્મનુ શુભ મુહુર્ત ભંડારીયા ગામે

''કેમ રે ભૂલાય સાજણ તારી પ્રિત''ની ભવ્ય સફળતા બાદ કંડોલિયા ફિલ્મસ (ભાવનગર) નવી બીગ સ્ટારર ફિલ્મ ''સાજણ પ્રિતની જગમાં થાશે જીત''નું શુભ મુહુર્ત ભંડારીયા ગામે શકિતધામ શ્રી બહુચરાજ મંદિરમાં મા યોજાયુ હતુ. આ પ્રસંગે દિપક પ્રાગટ્ય દેવેનદ પંડિત અને વિક્રમભાઇ શાહના હસ્તે તથા મુહુર્ત શોટ શૈલેષદાદા અને ગીરધરભાઇ કંડોલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. મુહુર્ત પ્રસંગે ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા, દિગ્દર્શક રાહુલ વેગડ, ચીફ. આસી.દિગ્દર્શક અનમોલ શાહની સાથે કલાકારો રોહિત ઠાકોર, શ્રેયા દવે, પ્રેમ કંડોલિયા, રાજેશ ઝવેરી, પરેશ વ્યાસ સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લવ સ્ટોરી, મસાલેદાર ફિલ્મમાં જીગ્નેશ કવિરાજ, પ્રિનલ ઓબેરોય, રોહિત ઠાકોર, શ્રેયા દવે,ફિરોઝ ઇરાની,પ્રેમ કંડોલિયા, યામિની જોશી, જીતુ પંડ્યા, ક્રિષ્ના ઝાલા સહિત કલાકારો અભિનયના ઓજસ પાથયા છે. આ કાર્યક્રમમાં એડવોકેટ નાઝીર સાવંત, વિક્રમ શાહ, સિને મેજીકના સંપાદક ભરત શર્મા, બાબુભાઇ પટેલ, રામદેવસિંહ ગોહિલ, જુવાનસિંહ ગોહિલ, સહિતના ઉદ્યોગપતિઓનેની સાથે, ડો.રાજેન્દ્ર વ્યાસજી, જનાર્દન ત્રિવેદી, અને અન્ય લોકો હાજર હતા. આ ફિલ્મ લોકોની મોટી સંખ્યામાં ભરેલી છે ફિલ્મના પ્રસ્તુતકર્તા રશિકો કલાકારો સાથે સેલ્ફી માટે આતુર હતા.

(11:22 am IST)