સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

માળીયા મિયાણાના નવાગામમાં ડૂબી જતા ઇમરાન કટીયાનું મોત

વાઘરવા ગામે લાલજી કોળી બે બોટલ દારૂ સાથે પકડાયો

મોરબી તા. ૧૪ :.. માળીયા (મીં.)ના નવાગામે ડૂબી જતા મુસ્લીમ યુવાનનું મોત થયું હતું.

મળતી વિગતો મુજબ માળીયા (મીં.)ના નવાગામે રહેતા હનીફભાઇ કટીયાનો પુત્ર ઇમરાન કટીયા (ઉ.૧૮) નું કોઇ કારણસર નવાગામની નદીમાં ડૂબી જતા મોત નિપજયું હતું.

તેમજ મોરબી તાલુકા પોલીસે ગઇકાલે પેટ્રોલીંગ દરમિયાન મોરબી તાલુકાના વાઘરવા ગામના બસ સ્ટેશન પાસેથી લાલજીભાઇ ગાંડુભાઇ ફુલીયા કોળીને રૂ. ૬૦૦ ની કિંમતની બે બોટલ ઇંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો હતો.

(11:20 am IST)