સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

પોરબંદરમાં એકના ડબલ કરવાની લાલચ આપી ૧,૩૮ લાખના સોનાના દાગીના લૂંટી લીધા

પોરબંદર તા.૧૪ : સીતારામનગરમાં રહેતા રમીલાબેન પ્રવિણભાઇ મસાણી ભોંય પાસે બે અજાણ્યા શખ્સો આવીને દાગીના ડબલ કરવાની લાલચ આપી હતી.

બંને શખ્સોએ વાતોમાં ભોળવીને ૪ તોલાનો સોનાનો ચેઇન અને હાથની બે બંગડી દોઢ તોલાની કુલ ૧,૩૮,પ૮૯ના દાગીના ઉતરાવીને ચાલાકીથી નીકળી ગયા હતા અને કીર્તી મંદિર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

(11:20 am IST)