સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

ગોંડલના મોવિયામાં અખંડ રામધુનમાં જોડાતા ભાવિકો

૧૭મી સુધી ગુંજશે રામનામ યજ્ઞઃ દર શનિવારે પ્રભાતફેરી

મોવિયાઃ અખંડ રામધુનનું ગાયન તથા ભકતજનો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક પટેલ, મોવિયા)

 

 મોવિયા તા. ૧૪ : ગોંડલ તાલુકાના મોવિયામાં નવદિવસીય અખંડ રામધુન - સંકિર્તનનો પ્રારંભ થયો છે અને 'જય જય રઘુવીર સમર્થકો જય.. શ્રીરામ જય રામ જય જય રામ'ના નાદ ગુંજી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઇ રહ્યા છે.

પૂ. પ્રેમભીક્ષુજી મહારાજ પ્રેરીત સૌરાષ્ટ્રમાં અખંડ શ્રી હરીનામ સંકિર્તન જામનગર, પોરબંદર, દ્વારકા, રાજકોટ, મહુવા, જુનાગઢ વગેરે અનેક ગામમાં ચાલુ છે. નામ નિષ્ઠ સંત પૂજય શ્રી બિહારીબાપુ ભારતમાં અનેક તીર્થસ્થાન જેવા કે ચારધામ બાર જ્યોતિર્લીંગ, સાતપુરીમાં અખંડ ૯ દિવસની સંકિર્તન રામનામ યજ્ઞ કરાવેલ છે.

આવો જ રામનામ યજ્ઞ તા. ૮ થી ૧૭ સુધી ૯ દિવસ મોવિયા તા. ગોંડલ આયોજન કરેલ છે. શ્રી સદ્ગુરૃ ધુન મંડળ તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સેવા સમિતિ તેમજ મંડળની બીજી અનેક પ્રવૃત્તિ થઇ રહી છે.

જેમાં ૧૨ શનિવારની વર્ષોથી સવારે ૫ વાગ્યે પ્રભાતફેરીમાં ૧૫૦ માણસની હાજરી સાથે સદ્ગત આત્માના મોક્ષાર્થ વિનામૂલ્યે રામધુન સંકિર્તન સેવા, મગન પાર્ક બગીચાની સાફ સફાઇ હીચકા, લપસીયાની, બાળકો માટે સગવડ, મોવિયા ગામમાં ઘરે ઘરે નેઇમ પ્લેટ લગાડી ગામની સુંદર ઓળખ આપી છે.

સદ્ગુરૃ ધુન મંડળ રામનાથ લેવું લેવરાવવું તેમજ રામનાથ લેખનમાં પ્રવૃત્તિભાઇ કાલરિયાએ ૧૨૦ ગામમાં રામનામ લેખન બેંક ચલાવી ત્રણ અબજ જેવા રામનામ લેખન કરાવેલ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઇને સેવાકાર્યમાં સહયોગ આપી રહ્યા છે.

(8:46 am IST)