સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th November 2019

ભુજની અદાણી જીકે જનરલ સરકારી હોસ્‍પિટલના ૯૪ રેસિડેન્‍ટ ડોકટરોની હડતાલથી દર્દીઓ હેરાન

ભુજ તા ૧૪  :  જિલ્લામાં આવેલી અદાણી મેડિકલ કોલેજમાં અભ્‍યાસ કરતા ૯૪ નિવાસી તબીબો તેમની જૂની માંગણીઓને લઇ વધુ એકવાર હડતાલ પર ઉતર્યા છે. બુધવારે સવારથી જ જી.કે.જનરલ  સીવીલ હોસ્‍પિટલના નિવાસી તબીબોએ હડતાલ શરૂ કરી છે. રેસીડેન્‍ટસના  એરીયર્સ અને તેનું સ્‍ટાઇપેન્‍ડ વધારવુ, કોલેજમાં સિનીયર ડોકટર્સ કમ ફેકલ્‍ટીની  નીમણુંક કરવી તથા હોસિપટલમાં ઇમરજન્‍સી ડ્રગ્‍સ-સિકયોરીટી આપવા જેવી માંગને લઇ રેસીડન્‍ટ ડોકટરો  હડતાલ પર ઉતર્યા છે.

(3:46 pm IST)