સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th November 2019

કોટડાના ભાડવા ગામના યુનુસભાઇ ફુલાણીનું રાજકોટમાં ભાઇના ઘરે મૃત્‍યુ

હાર્ટએટેક આવ્‍યો હોઇ સારવાર માટે આવ્‍યા'તા

રાજકોટ તા. ૧૪: કોટડા સાંગાણીના ભાડવા ગામે રહેતાં અને ત્‍યાંની સહકારી મંડળીમાં નોકરી કરતાં યુનુસભાઇ ગફારભાઇ ફુલાણી (ઉ.૫૦) રાત્રીના એકાદ વાગ્‍યે રાજકોટ કોઠારીયા સોલવન્‍ટમાં પોતાના ભાઇ ગફારભાઇ ફુલાણીને ત્‍યાં હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ નરેન્‍દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. યુનુસભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમને હાર્ટએટેક આવ્‍યો હોઇ સારવાર બાદ રજા અપાઇ હતી. ફરી ડોક્‍ટરને દેખાડવાનું હોઇ જેથી ભાઇને ત્‍યાં રોકાયા હતાં અને રાત્રીના જીવલેણ હુમલો આવી ગયો હતો. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(1:42 pm IST)