સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th November 2019

અમરેલીમાં ખેડૂતોને વળતર મુદ્દે કોંગ્રેસના ધરણા

અમરેલી તા. ૧૪ :.. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની આપખુદ શાહીને કારણે ખેડૂતોની હાલાકી, બેરોજગારી, આર્થિક મંદી, મોંઘવારી મુદે તેમજ રાજયમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને પારાવર નુકશાન સહન કરવું પડેલ છે. અનેક લોકોની સમસ્યા સામે ભાજપ સરકારની નિષ્ફળતાઓ સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે અમરેલી સીનીયર સીટીઝન પાર્કમાં વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતાઓની સામે વિરોધ પ્રદર્શીત કરવા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં કોકીલાબેન કાકડીયા, હંસાબેન જોશી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ સોસા. જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલા, જિલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ કેહુરભાઇ ભેડા, જનકભાઇ તળાવીયા, જીતુભાઇ ગોળવાળા, ડી. કે. રૈયાણી, દલસુખભાઇ દૂધાત, શંભુભાઇ દેસાઇ, ટીકુભાઇ વરૂ, સંદીપભાઇ ધાનાણી, જિલ્લા કોળી સમાજના પ્રમુખ રમેશભાઇ ગોહીલ, શરદભાઇ ધાનાણી, એડવોકેટ મુઝફર હુસેન સૈયદ, ઠાકરશીભાઇ મેતલીયા, દાઉદભાઇ લલીયા, સુરેશભાઇ કોટડીયા, પોપટલાલ કાશ્મીરા તેમજ જુદા જુદા ફ્રન્ટલના હોેદેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે દલસુખભાઇ દૂધાતે ખેડૂતો વિરોધી ભાજપ સરકારની નીતિ સામે આકરા   પ્રહારો કર્યા હતાં. તેમજ શંભુભાઇ દેસાઇએ કેન્દ્ર સરકારના આરટીઓના જડ નિયમોનો વિરોધ કર્યો હતો.

પરેશભાઇ ધાનાણીએ જણાવેલ કે, મંદી, બેરોજગારી, મોંઘવારી, અતિવૃષ્ટિનું વળતર, અત્યાચાર સામે ભાજપની સરકાર નિષ્ફળ રહી છે. ખેડૂતો તેમની નુકશાની માટે પોતાનો હકક માગે છે ભીખ નથી માગતા તેમ શ્રી ધાનાણીએ જણાવ્યું હતું.

(12:48 pm IST)