સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th November 2019

સાપકડા ગામે સર્વે કરવા આવેલી ટીમનો ખેડૂતો દ્વારા વિરોધ

નુંકસાનીનો સરવે ખેડૂતના હિતમાં નહિ થતો હોવાની રાવ

હળવદ,તા.૧૪: ભારે વરસાદને કારણે ખેતીમાં નુકસાન ગયેલ હોવાથી ગઈકાલે હળવદ તાલુકાના સાપકડા ગામે નુકસાનીનો સરવે કરવા ટીમ આવી હતી પરંતુ સર્વે કરવા આવેલી ટીમ યોગ્ય સર્વે ન કરતી હોવાનું ખેડૂતો દ્વારા જણાવી સર્વેની કામગીરી બંધ કરાવી હતી અને યોગ્ય સર્વે કરવાની માંગ કરવામાં આવી હતી

હળવદ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેતીનો પાક મોટા પાયે સુકાઈ જવા પામ્યો છે ત્યારે ખેતીના પાકમાં યોગ્ય સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા પંથકના ખેડૂતો માંગ કરી રહ્યા છે તો બીજી તરફ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાં નુકસાની ગયેલ પાક નો સર્વે કરવા આવતી ટીમ પર ગંભીર આક્ષેપો કરી સર્વેની કામગીરીનો બહિષ્કાર ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે

ત્યારે ગઈકાલે હળવદ તાલુકાના સાપકડા ગામે ખેતીની નુકસાનીના સર્વે માટે આવેલી ટીમનો ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલ જે સર્વે કરવામાં આવે છે તે મંજુર ન હોવાનું જણાવી જિલ્લા ખેતીવાડી વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય સર્વે કરવાની માંગ કરી હતી સાથે જ ખેડૂતો એમ પણ જણાવ્યું હતું કે જો છોડ નું એક પાંદડું પણ લીલું હોય તો તેને યોગ્ય દર્શાવવામાં આવે છે અને જણાવી રહ્યા છે કે છોડ સંપૂર્ણપણે બળી ગયો હોય તો જ ખેતીમાં નુકસાન થયું હોવાનું દર્શાવાઈ છે સાથે જ અત્યારે જે થોડો દ્યણો કપાસ બચ્યો છે તેમાં પણ ગુલાબી ઈયળ આવી જતા મોટી નુકસાની થવા પામી છે ત્યારે હાલ તો ગ્રામ પંચાયત ખાતે સર્વે કરવા આવેલી ટીમને ખેડૂતો દ્વારા રોકી રાખી તાલુકા ખેતીવાડી વિકાસ અધિકારી તેમજ મામલતદારને બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે

(11:47 am IST)