સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th November 2019

અંડરવોટર વાયરમાં ખામી સર્જાતા બેટદ્વારકામાં અંધારપટ : સ્થાનિક લોકો -પ્રવાસીઓને હાલાકી

અમદાવાદ : બેટ દ્વારકામાં વીજ પુરવઠો ખોરવાઇ જતા માત્ર સ્થાનિકો પરંતુ અહીં યાત્રાઓ આવતા લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સમગ્ર બેટદ્વારકાનો વિજ પુરવઠ્ઠો ખોરવાઇ ગયો છે. જેના કારણ સ્થાનિકો ભારે પરેશાન છે. હજી પણ આગામી 24 કલાક સુધી વિજ પુરવઠ્ઠો પુર્વવત થાય તેવી કોઇ પણ શક્યતા નહી હોવાની વાત અધિકારીઓ ઉચ્ચારી રહ્યા છે. જો કે કેટલાક વિસ્તારોમાં ધીરે ધીરે ઓછા વોલ્ટેજ સાથે પાવર આવી રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. પરંતુ તે ખુબ જ ઓછા વોલ્ટેજ હોવાનાં કારણે કોઇ પણ ઇલેક્ટ્રીક વસ્તુ માટે ઉપયોગ નથી.
                    સ્થાનિક સ્તરે ઠંડા પીણા તથા દુધ અને પ્રસાદ રાખતા વેપારીઓને નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. આઇસ્ક્રીમ અને દુધ જેવી વસ્તુઓ ખરાબ થઇ રહી છે. સમુદ્રની અંડર ગ્રાઉન્ડ વાયરમાં ખામી સર્જાવાના કારણે વીજ પુરવઠ્ઠો ખોરવાયો છે. હાલ તેનું સમારકામ ચાલી રહ્યું છે. આગામી 24 કલાક હજુ પણ વિજપુરવઠ્ઠો ન મળે તેવી શક્યતાઓ છે. જેના કારણે સ્થાનિક લોકો અને પરેશાનીઓ ખુબ જ મુશ્કેલીમાં મુકાયા છે.

(8:48 am IST)