સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th November 2018

કાલે દ્વારકાની ગૌલોકધામ ગૌશાળામાં ગોપાષ્ટમ ઉત્સવ ઉજવાશે

દ્વારકા તા. ૧૪ :.. ભગવાન શ્રી કૃષ્ણની કર્મ ભૂમિ દ્વારકા નગરાના રણામુકતેશ્વર મંદિર પરિસરમાં આવેલ ગૌલોકધામ ગૌશાળામાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અતિ ઐતીહાસીક વિષયક ગેપાષ્ટમી ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ ગૌભકતો તથા ગુગળી બ્રાહ્મણોની ઉપસ્થિતીમાં યોજાયો છે.

ગૌશાળાના સંચાલન પુજારી આનંદભાઇ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે કારતક સુદ આઠમના દિને ભગવાન શ્રી કૃષ્ણએ બાળ અવસ્થામાં જ તેમની માતા જશોદાજી પાસે હઠાગ્રહ કરીને ગોકુલની ગાયોને ચરાવવા જવાની જવાબદારી સંભાળી હતી અને માતા જશોદાજી બાળ સ્વરૂપ એવા શ્રી કૃષ્ણની જીદ આગળ લાચાર થઇને આચાર્યને બોલાવીને ભગવાનના હસ્તે ગાયની પુજા કરાવીને ગાયો ચરાવવાનો પ્રારંભ કરાતો હતો જેથી ગોપાષ્ટમીનું ખુબ જ મહત્વ છે.

દ્વારકાના નાગેશ્વર માર્ગ પર આવેલ રણા મુકતેશ્વર મંદિર પરિસરમાં આવેલ આનંદભાઇની ગૌશાળામાં આવતીકાલે સાંજે પાંચ વાગ્યે ગાયોના વિષેશ રૂપે સુશોભન કરીને મહાપૂજા થશે ત્થા ખાસ લાપસી જેમી ખાસ વસ્તુઓ ગાયોને અપાશે અને મહાઆરતી થશે.

મંદિરની બહારના ભાગે આવેલ મંદિર પરિસરના પટાગણમાં કર્ણાટકના હુબલીના રહેવાસી અને હાલમાં દ્વારકા શારદાપીઠના જગતગુરૂ શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી માહાજ સાથે નિવાસ કરતા દંડી સ્વામી ગોવિંદાનંદજી માહારાજ દ્વારા અગ્યાર હજાર દિપ પ્રાગ્ટય કરીને દિપોત્સવનો ઉત્સવ ગોપાષ્ટમી નિમીતે યોજાનાર છે જેની સાથે ગાયોની ગૌવંશ પૂજન પણ કરવામાં આવનાર છે.

(12:16 pm IST)