સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th November 2018

ગોંડલ કડવા પટેલ સમાજ ખાતે પંચવિધ કાર્યક્રમ

ગોંડલઃ ગુંદાળા રોડ ઉપર આવેલ શ્રીમતી મોતીબેન લાધાભાઇ અમૃતિયા કડવા પટેલ સમાજ ખાતે પંચવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે ડોકટર મહેશભાઇ બોકરવાડીયા નટુભાઇ વરાસડા, કિશોરભાઇ આંદીપરા, વલ્લભભાઇ કનેરિયા તેમજ મનીષભાઇ ચાંગેલા સહિતનાઓએ સમાજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. બાદમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કડવા પટેલ સમાજના ૧૦૦૦ પરિવારજનોએ સમુહ ભોજન આરોગ્યું હતું. બાદમાં સમૂહ આરતી યોજવામાં આવી હતી કાર્યક્રમના અંતિમ ચરણમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા સહિતના આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

(10:51 am IST)