સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

દ્વારકા જગત મંદિરમાં વિઠલાણી કુટુંબના કુળદેવી માતાજીના સાનિધ્યમાં કાલે હવન-મહાપ્રસાદ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧૪: આગામી તા.૧પને શુક્રવારના રોજ દશેરાના શુભ દિને દ્વારકા મુકામે શ્રી દ્વારકાધીશના જગતમંદિરના પ્રસાદ ભંડાર પાસે આવેલ વિઠલાણી કુટુંબના કુળદેવી શ્રી સિકોતેર માતાજીના મંદિર પરીસરમાં હોમ-હવન તથા સમુહ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે.

હવનવિધિ સવારે ૯.૩૦ કલાકે શરૂ થશે અને બીડુ હોમવાનો સમય બપોરે ૪.૩૦ કલાકે તથા સમુહ મહાપ્રસાદી રાત્રે ૮ કલાકે ગોકુલ ભુવન, સિધ્ધનાથ રોડ, દ્વારકા ખાતે રાખવામાં આવેલ છે. આ શુભ અવસરે સમસ્ત વિઠલાણી કુટુંબ સહપરીવાર ઉપસ્થિત રહે અને કુળદેવીમાંના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તે માટે અચુક હાજરી આપે તેમ સમસ્ત વિઠલાણી કુટુંબ કુળદેવી મંડળની યાદીમાં જણાવવામાં આવેલ છે. (તસ્વીરઃ  દિપેશ સામાણી-દ્વારકા)

(4:08 pm IST)