સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

રાજુલા સરકારી હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સ વાન ફાળવવા અંબરીશભાઇ ડેરની સફળ રજુઆત

રાજુલા તા. ૧૪ : રજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ રાજય સરકારમાં રજુઆત કરીને અમરેલી જીલ્લાની રાજુલા સરકારી હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સ ફાળવવા માંગણી કરી છે. જેને સરકારે મંજુર કરી છે.

રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ  તા.૧૦/૮/ર૦ર૧ ના પત્ર અન્વયે નાયબ મુખ્યમંત્રીશ્રીને સંબોધીને કરેલ રજુઆત પરત્વે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે નવી એમ્બ્યુલન્સ વાન ફાળવવા સબબ જણાવવાનું કે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે નવી એમ્બ્યુલન્સ વસાવવા અધિક્ષક, સરકારી હોસ્પીટલ રાજુલાની માંગણી મુજબ નવી બાબત વર્ષ ર૦ર૧-રરમાં તેનો સમાવેશ કરેલ જેની વહીવટી મંજુરી મળી ગયેલ છ.ે

રાજયની જીલ્લા તથા પેટા જીલ્લા હોસ્પિટલો ખાતે કુલ ર૦ એમ્બ્યુલન્સ વાન ફાળવવા અંગે ખરીદ કમીટી સમક્ષ આ બાબત રજુ કરી નવી એમ્બ્યુલન્સ વાન ખરીદ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છ.ે ખરીદીની જરૂરી કાર્યવાહી પુર્ણ થયેથી સરકારી હોસ્પિટલ રાજુલાને ૧ નવી એમ્બ્યુલન્સ વાનની ફાળવણી કરવામાં આવશે.  તેમ  જણાવાયું છે

(1:14 pm IST)