સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

ભાણવડના મોરઝરમા કથિત પ્રેમસંબંધનો આક્ષેપ કરી યુવાન ઉપર હુમલોઃ ચાર સામે ફરિયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૪ : ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા જીગરભાઇ ભીખુભાઇ કદાવલા નામના ર૭ વર્ષના સગર યુવાન ગત તારીખ ૧રના રોજ રાત્રીના અગિયાર વાગ્યે આ ગામની ગરબીમાં  ગયા હતા. ત્યારે આ જ વિસ્તારના રહીશ વિમલ ઉર્ફે ગુગો જેમૈયાભાઇ પરમાર, કમલેશભાઇ ઉર્ફે કલો બુધાભાઇ રાઠોડ, હિરેન પરમાર અને કૌશિકભાઇ બગડા નામના ચાર શખ્સોએ આ વિસ્તારના રહીશ એવા એક આસામીની પુત્રી સાથે પ્રેમસંબંધ રાખવા અંગેનું પુછતા ફરીયાદી જીગરભાઇએ ના કહી હતી. જે બાબતે બોલાચાલી કરી, આરોપીઓએ જીગરભાઇને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેમને ફેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે ભાણવડ પોલીસે ચારેય શખ્સો સામે આઇ.પી.સી. કલમ ૩રપ, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ તથા જી.પી.એકટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાંબા ગામે દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોઃઅન્ય એકની શોધખોળ

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા જેસાભા હોથીભા માણેક નામના ૩૮ વર્ષના હિન્દુ વાધેર યુવાન શખ્સને પોલીસે રૂ.૮૧,ર૦૦ની કિંમતની ર૦૩ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે તેમના કબજાના રહેણાંક મકાન ખાતેથી ઝડપી લીધો હતો. દારૂના આ જથ્થા પ્રકરણ સંદર્ભે ભાટીયા ગામના મશરી દેવાભાઇ ચાવડા નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યુ છે. જેથી પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

ભાણવડમાં હોટલ સંચાલક સામે ગુનો

ભાણવડમાં વેરાડ નાકા બહાર આવેલી પાર્થ ગેસ્ટ હાઉસ નામની એક હોટેલના સંચાલક સુધીર નાથાલાલા મોઢા દ્વારા પોતાના દેખરેખ હેઠળ હોટલમાં બહારથી આવતા ગ્રાહકોની એન્ટ્રી નિયમ  મુજબ પથિક સોફટવેરમાં ન કરવામાં આવતાં ભાણવડ પોલીસ મથકમાં સુધીરભાઇ મોઢા સામે જાહેરનામાં ભંગની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

કલ્યાણપુર અને મીઠાપુરમાં બે શકમંદો ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના બતડીયા ગામે રહેતા જેસા ગોવિંદ ચાવડાના પ૮ વર્ષના પ્રૌઢને પોલીસે ભાટિયા નજીકના હાઇ-વે પાસેથી રાત્રીના સવા બાર વાગ્યે શંકાસ્પદ હાલતમાં દબોચી લીધો હતો. આ ઉપરાંત મીઠાપુર નજીકા સુરજકરાડી ખાતે રહેતા કલ્પેશ રાજેન્દ્ર જાદવ નામના રપ વર્ષના મરાઠા યુવાનને આ વિસ્તારના એક મંદિર પાસેથી મોડી રાત્રીના સમયે શંકાસ્પદ હાલતમાં દુકાનોના તાળા તપાસ ઝડપી લઇ, આ શખ્સો સામે જી.પી. એકટની કલમ ૧રર (સી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

(1:11 pm IST)