સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

જેતપુરમાં અર્ધી સદી પહેલાની પ્રાચીન ગરબી

જેતપુર : શહેરના ટાકુડીપરા વિસ્તારમાં અંદાજીત ૬૦ વર્ષ પહેલાથી ગરબીનો પ્રારંભ થયેલ દર વર્ષે બાળાઓ તેમજ બાળકોના રાસ લોકોને  ઝકડી રાખે છે. માતાજીના પ્રાચીન ગરબા તેમજ દુહા છંદથી આખુ વાતાવરણ માતાજીના ભકિતમય બની જાય છે. અહિં દર વર્ષે ગરબી જોવા લોકોના ટોળા ઉમટી પડે છે. કોરોના કાળને કારણે ગત વર્ષે બંધ રહે આ વર્ષે ગાઇડ લાઇનના પાલન સાથે આયોજકો હસમુખભાઇ આંબલીયા, નથુભાઇ આંબલીયા, અનિલભાઇ માલવીયા, વિજયભાઇ માલવીયા, રાજુભાઇ ભાલાળા, મેપાભાઇ, પિયુષભાઇ આંબલીયાએ ગરબીનું આયોજન કરેલ છે.

(1:08 pm IST)