સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

કચ્છના છાડવાલામાં શ્રી મોમાઇ માતાજીના મંદિરે આજે રાચ્છ પરિવારનો હવન યોજાયો

 વાંકાનેરઃ કચ્છમાં સામખીયારીથી પંદર કિલોમીટર દૂર આવેલ વર્ષો જૂનું પ્રાચીન મંદિર 'રાચ્છ પરિવારના કુળદેવી' શ્રી મોમાઈ માતાજી નુ મંદિર આવેલ છે જયાં આજે નવરાત્રી ના આજે આસો સુદ આઠમ ના તા.૧૪/૧૦/૨૧ ને ગુરૂવાર ના રોજ 'શ્રી મોમાઈ માતાજીનો હવન' યોજાયેલ છે જે યજ્ઞ માં ડીસા ના યજમાન પરિવાર બેઠા છે આજે સવારે શ્રી મોમાઈ માતાજીના મંદિર ખાતે સવારે ૮:૧૫ કલાકે મંદિર ના શિખર ઉપર 'ધજારોહણવિધિ' કરવામાં આવેલ હતી આજે આઠમ હોય શ્રી મોમાઈ માતાજી ના નિજ મંદિર અનોખા પુષ્પોહારો થી સજાવટ કરવામાં આવેલ છે આ ઉપરાંત ગઈકાલે આઠમ ની પૂર્વ સંધ્યાએ સાંજે આરતી માં માતાજી ને વિધ વિધ જાતના ભોગ સાથે 'અન્નકોટ' ધરાવવામાં આવેલ અને આરતી બાદ માતાજી ની સ્તુતિ, ગરબા ની રંગત જામી હતી આજે છાડવાલા માં બિરાજમાન શ્રી મોમાઈ માતાજી ના મંદિર ખાતે સવાર થી દિવ્ય ભકિતમય માહોલ સાથે હવન નો શુભ પ્રારંભ થયેલ છે જે યજ્ઞ ની પુર્ણાહુતી બપોરે થયેલ છે યજ્ઞ બાદ રાચ્છ પરિવારજનોએ માતાજી નો મહાપ્રસાદ લીધેલ હતો આજે વીશાળ સંખ્યા માં રાચ્છ પરિવારજનો છાડવાલા માતાજી ના હવન માં પધાર્યા છે સવારે આરતી સમયે 'શ્રી મોમાઈ માત કી જય' ના નારાથી મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતું જે યાદી પૂજારી શ્રી સાધુ હરિભાઈએ જણાવેલ છે.

(11:28 am IST)