સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

આજે વિશ્વ દ્રષ્ટી દિવસઃ સ્માર્ટ ફોનના વધુ ઉપયોગથી દુરની દ્રષ્ટીનું જોખમ

ભુજની જી.કે. જન. અદાણી હોસ્પિ.ના આંખ વિભાગના વડાએ સમાજ જીવનમાં આંખની દ્રષ્ટી અને કાળજી અંગે આપ્યુ માર્ગદર્શન

(વિનોદ ગાલા  દ્વારા) ભુજ તા.૧૪ :  દ્રષ્ટીની ખામી માટે મોતિયો,  જામર, ત્રાંસી આંખ, ટ્રેકોમાં કીકીનો રોગો, પડદાની ખામી સામાન્ય છે. પરંતુ હવે કોમ્પ્યુટર, લેપટોપ, અને સ્માર્ટ ફોનનો ઉપયોગ વધવાની સાથે દુરની દ્રષ્ટી ઘટવાનું નવુ જોખમ સમાજ જીવન ઉપર મંડરાયુ છે.એમ જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના આંખ વિભાગના વડાએ ૧૪મી ઓકટોબરના રોજ ઉજવાતા વિશ્વ દ્રષ્ટી દિવસ નિમિતે જણાવ્યું હતું.

આંખ વિભાગના વડા અને પ્રો. ડો. કવિતા શાહે કહયું કે, આંખની તપાસ અને જુદા જુદા રોગના સરેરાશ પ્રતિમાસ બે હજાર ઉપરાંત દર્દીઓ આવે છે. જેમાં પ૦ ટકાથી વધુ દુર દ્રષ્ટી ખામીગ્રસ્ત હોય છે. જેમને દુરના દ્રશ્યો ધુંધળા દેખાતા હોય છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં માયોપિયા કહે છે. જેનું કારણ સ્માર્ટફોન, વર્ક ફ્રોમ હોમ અને કોમ્પ્યુટર છે તેમાંથી બાળકો જે રીતે સ્માર્ટ ફોન સામે સમય વિતાવી રહયા છે તે જોતા આગામી વર્ષોમાં દુરની દ્રષ્ટીની ખોટવાળા દર્દી વધુ દેખાશે.

આ ઉપરાંત વધતા જતાં સ્ક્રીન સામે બેસવાને કારણે આંખોમાં થકાન, માથુ દુઃખવુ, ડ્રાય આઇ અને લાલ આંખ થવાથી વધતો સમસ્યાને નજર અંદાજ કરવા જેવીનથી. ખાસ કરીને દર્દીઓમાં ડ્રાઇ આઇની સમસ્યા વધુ છે. ડ્રાઇય આઇમાં આંખોની જરૂરી ભીનાશ ઘટી જાય છે. જેથી આંખોમાં બળતરા, આંખો સુઝવી અને સાથે આંખના બહારના લેન્સ પર  જખ્મ પણ થઇશ કે છે.

ડાયાબીટીસ અને હાઇબીપી દર્દીઓમાં આંખો ભારે થવાનું જોખમ રહેલું હોય છે. જ આગળ જતા ગ્લુકોમાં અને કાળા મોતિયા તરીકે આકાર લે છે. આંખ લાલ થવાની પ્રક્રિયામાં આંખનો સફેદ ભાગ લાલ થઇ જાય છે. જો પુરતી ઉંઘ લેવાય અને ૧૦-૧પ મિનિટ નવશેકા પાણીના પોતા આંખ ઉપર મુકાય તો રકતસંચાર સધુરે છે.  સ્કીનના વધુ વપરાશથી ચશ્માના નંબર વધવાની શરૂઆત થાય છે. હવામાં બ્લેકબિંદુ  દેખાવા લાગે છે. આંખોમાં દર્દ થાય છે. ધુંધળુ દેખાય તો તાત્કાલીક તબીબનો સંપર્ક કરવો. (૭.૭)

આંખને આરામ આપવા ર૦-ર૦-ર૦ની ફોર્મ્યુલા

વિશ્વ આરોગ્ય સંસ્થાએ બે થી પાંચ વર્ષના બાળકોને સ્માર્ટફોનથી દુર રાખવા અન્યથા માયોપિયા ઝડપથી વધશે. ડો. કવિતા શાહે વધુમાં કહયુ કે, કોમ્પ્યુટર સામે ર૦-ર૦-ર૦ની પધ્ધતિ અપનાવવા જેવી છે. જેમાં દર ર૦ મિનિટે આંખને ર૦ સેકન્ડ સુધી આરામ આપી ર૦ ફૂટ દુર જોવુ તો આંખને આરામ મળી શકશે. આમ ડબલ્યુ.એચ.ઓ.ના કોરોનાકાળ પછીના નવા સંશોધનમાં કહેવાયું છે કે, ૩ વર્ષથી ૩૩ વર્ષની વયના સુધીમાં માયોપિયાનું જોખમ ૮૦ ટકા જેટલું છે.

(11:28 am IST)