સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

વાંકાનેરમાં પ્રતાપચોક ગરબી મંડળમાં આઠમના શ્રી મેલડી માતાજીની સવારી

વાંકાનેર : વાંકાનેર શહેર માં પ્રતાપ ચોક માં '' પ્રતાપ ચોક ગરબી મંડળ'' માં વર્ષો થયા પ્રાચીન ગરબા ગવાય છે , પ્રતાપ ચોક ગરબી મંડળ પણ વર્ષો જૂની ગરબી મંડળ આવેલી છે જ્યાં નવરાત્રી ના પાવન પર્વે નાની બાળાઓએ 'ભુવારાસ' રંગત જમાવી હતી અને નાની બાળાએ શ્રી મેલડી માતાજી નુ સ્વરૂપ ધારણ કરેલ હતું આઠમ ના રોજ  'શ્રી મેલડી માતાજી ની સવારી' નીકળેલ હતી. (તસ્વીર, અહેવાલ : હિતેશ રાચ્છ, વાંકાનેર)

(11:27 am IST)