સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

ઉના તાલુકામાં ભારે વરસાદમાં ખેતી પાકને નુકશાનીનું વળતર ચુકવવા ભારતીય કિશાન સંઘની રજુઆત

ઉના, તા., ૧૪: તાલુકા ભારતીય મહિલા કિશાન સંઘ દ્વારા મામલતદારને ખેડુતોને ભારે વરસાદથી ખેતીના પાકને નુકશાની વળતર આપવા ખેતીવાડી વિજ કનેકશન ચાલુ કરવા તથા તોકતે વાવાઝોડામાં ખેડુતોને ગયેલી નુકશાનીનું પુરેપુરૂ વળતર ચુકવવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે.

ભારતીય કિશાન સંઘ ઉના તાલુકા પ્રમુખ લખુજીભાઇ કાનાભાઇ નંદવાણા, મહામંત્રી ગુણવંતભાઇ નારણભાઇ વાણીયા તથા તાલુકાના ખેડુતો ઉના મામલતદાર કચેરીએ જઇ લેખીત આવેદનપત્ર આપી માંગણી કરી છે. કે મે-ર૦ર૧માં ભયંકર તોકતે વાવાઝોડુ આવેલ હતું. ઉના તાલુકાના તમામ ખેડુતો બાગયત પાકો લેતા ખેડુતોને ખુબ મોટા પ્રમાણમાં મકાન માલઢોરની નુકશાની ગઇ છે. ફોર્મ ભરવા છતા પુરૂ વળતર મળેલ નથી. તુરંત પુરતુ વળતર ચુકવવા તથા ઉના તાલુકાના ઘણા ગામડાના ખેતી વિજ કનેકશનને વાવાઝોડાને ૧રપ દિવસથી વધારે થવા છતા ખેતી વિજ પુરવઠો પુનઃ સ્થાપીત થયેલ નથી. ખેતી માલ ઢોરને પાણી આપવા મુશ્કેલી પડે છે. પીજીવીસીએલ દ્વારા જે વીજ પોલ ઉભા કરી વાયરીંગ કરેલ છે. તે નિયમ મુજબ ઉંડા કરેલ નથી. જુના વાયરો વાપરેલ છે. ભારે વરસાદથી વિજપોલ તુટી જવાના પડી જવાના બનાવો બનેલ છે. વાયર તુટી જાય છે.હાલમાં છેલ્લા સપ્ટેમ્બર ઓકટોમ્બરમાં ભારે વરસાદ થતા ખેડુતોના ખેતરમાં વાવેલ કપાસ, મગફળી, બાજરો, કઠોળના પાકને મોટી નુકશાની ગઇ છે. તેનો તુરંત સર્વે કરાવી નુકશાની પામેલ ખેડુતોને વળતર ચુકવવામાં આવે તો શિયાળુ પાક લઇ શકે વિગેરે માંગણી સાથે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

(10:53 am IST)