સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

દ્વારકાના ઓખામઢી ગામે અંધ શ્રદ્ધાના કારણે મહિલાની હત્યા

પાંચ શખ્શોએ ભુવા ભરાડાના નામે ધતિંગ કરી લોખંડની સાંકળો વડે અને સળીયાને ગરમ કરી ડામ દેતા મહિલાનું મૃત્યુ

દ્વારકા -જામનગર હાઇવે માર્ગ પર આવેલ ઓખામઢી ગામની સીમમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રમીલાબેન વાલાભાઇ સોલંકી ઉ,વ,25 નામની મહિલાને પાંચ શખ્શોએ ભુવા ભરાડાના નામે ધતિંગ કરી લોખંડની સાંકળો વડે અને સળીયાને ગરમ કરી ડામ દેતા મહિલાનું મૃત્યુ થયું છે,

ત્રણ સંતાનોની માતાની લાશનું આજે દ્વારકા હોસ્પિટલમાં પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવાયું છે અને પાંચ શખ્શો સામે ગુન્હો દાખલ કરી ડીવાયએસપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ પીઆઇ ગઢવી ચલાવી રહ્યાં છે,

  ઓખામઢી જેવા નાના એવા ગામમાં બનાવથી ભારે ચર્ચા જાગી છે,ટૂંકસમયમાં જ પોલીસ મુદામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી લેશે તેવું જણાઈ રહ્યું છે

(8:54 pm IST)