સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

ગોંડલના ભોજપરામાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપયાઃ રની ધરપકડ

રાજકોટ તા.૧૩ : ગોંડલ તાલુકાના ભોજપરા જી.આઇ.ડી.સી.વીસ્તારમાં આવેલ ગોડાઉનમાં રેઇડ કરતા નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા (લુહાણા) તથા કરણભાઇ ભરતભાઇ છગ (લુહાણા) રહે બને ગોંડલ વાળાઓ પોતાના કબ્જા ભોગવટાવાળા ગોડાઉન્માં રેઇડ કરતા કોઇપણ જાતના લાયસન્સ કે આધાર વગર કેમીકલ તથા એસન્સ જેવા પદાર્થોનું ભેળસેલ કરી 'સહજ કાઉ ઘી' (ગીરીરાજ ફુડસ) નામની બ્રાન્ડ આપી ભેળસેળયુકત  ઘી ની ફેકટરી બનાવી તેમા મોટા પ્રમાણમાં ભેળસેળ યુકત ઘીનું ઉત્પાદન કરી જથ્થાબંધ વેચાણ કરતા મળી આવતા ફુડ એન્ડ ડ્રગ વીભાગ રાજકોટને આ બાબતે જાણ કરી સ્થળ પર બોલાવી કાર્યવાહી કરતા મજુકર બંને ઇસમો ભેળસેળ યુકત ઘીનો જથ્થો કુલ લીટર ૧૩ર૭ કિ. રૂ.૭,ર૩,ર૮૦ સાથે મળી આવતા બન્ને વિરૂધ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ મથકના પી.એસ.આઇ એમ.જ.પરમાર તથા પી.એસ.આઇ. ડી.પી.ઝાલા તથા પો. હેડ કોન્સ મદનસિંહ જેઠુસિંહ ચૌહાણ પો.હેડ.કોન્સ વીપુલભાઇ રવજીભાઇ ગુજરાતી પો.હેડ. કોન્સ દીગ્પાલસિંહ નીરૂભા ગોહિલ પો.હેડ. કોન્સ દીપેન્દ્રસિંહ એ.ઝાલા, પો.કોન્સ રઘુભાઇ દેવાભાઇઘેડ પો.કોન્સ મુકેશભાઇ મકવાણા પો.કોન્સ શકિતસિંહ મનુભા જાડેજા પો.કોન્સ જયદેવભાઇ દાદાભાઇ ફીડીયા પો.કોન્સ પૃથ્વીરાજસિંહ હનુભા ગોહિલ પો.કોન્સ કુલદિપસિંહ ઝાલા ફુડ એન્ડ ડ્રગ વિભાગ રાજકોટ કચેરી સ્ટાફ સહિતના જોડાયા હતા.

(4:10 pm IST)