સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th September 2020

વર્તુ-૨ ડેમ ના દરવાજા ખોલવામાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ના રાવલ ગામમા સતત નવમી વખત પાણી ઘુસ્યા

ખંભાળિયા:::દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ના રાવલ ગામ માં પાણી ઘુસ્યા હતા.વર્તુ -2 ડેમ ના દરવાજા ખોલવામાં આવતા રાવલ ગામ માં સતત નવમી વખત પાણી ઘુસ્યા હતારાવલ ગામ માં આવેલ હનુમાન ધાર વિસ્તારમાં જવા માટેના પુલ પર પાણી ભરાયા હતા હનુમાન ધાર વિસ્તારમાં પુલ પર ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા.ગઈ કાલે પડેલ વરસાદ બાદ વર્તુ - 2 ડેમ ના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવતા રાવલ ગામ માં વરસાદી પાણી પહોંચ્યું હતું અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં જવાના માર્ગો પર પણ ગોઠણ ડૂબ પાણી ભરાયા હોવાથી લોકો ને હાલાકી ભોગવવી પડે છેચાલુ વર્ષે રાવલ ગામ માં અનેક વખત વરસાદી પાણી સ્થાનિક લોકો માટે આફત રૂપ સાબિત થયું છે.

(1:57 pm IST)