સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ટંકારા પાસે અકસ્માતમાં મોતને ભેટેલ અજાણી મહિલાના વાલી વારસોની શોધ

ટંકારાઃ તાલુકાના હરબટીયાળી ગામ પાસે ગત તા. ૧૧ના રોજ રાત્રીના દસ વાગ્યા આસપાસ વાહન હડફેટે અજાણી મહીલાનું કરૂણ મોત થયેલ છે. આ અજાણી મહીલાએ ચણીયો, બ્લાઉઝ પહેરેલ છે. તથા બ્લાઉઝ ઉપર શર્ટ પહેરેલ છે. પરંતુ આજ સુધી મહીલાના વાલીવારસનો પતો મળેલ નથી. મૃતદેહને મોરબી ખાતે રખાયેલ છે. જે કોઇને આ મહીલાની ઓળખ અંગે જાણકારી હોય તો ટંકારા પોલીસ સ્ટેશનના નંબર ૦ર૮રર ર૮૭૭૩૩ ઉપર જાણ કરતા જણાવેલ છે. (તસ્વીરઃ અહેવાલઃ હર્ષદરાય કંસારા)

(3:42 pm IST)