સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ખાંભાના ડેડાણ ગામનું આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં નામ પુરતો સ્ટાફ

એક પછી એક સ્ટાફ નિવૃત થતા જાય છેઃ નવી નિમણુંક થતી નથી ? ગ્રામજનો રામભરોસે ?

ડેડાણ તા.૧૪: ખાંભા તાલુકાના ડેડાણ ગામના આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફની ઘણા સમયથી ઘટ જોવા મળે છે. સમય જતા ફરજ બજાવતા પોલીસ કર્મીઓ નિવૃત થતા જાય છે. સામે નવા સ્ટાફની નિમણુંક થતી ન હોય ખુબજ ઓછા સ્ટાફ વચ્ચે પોલીસ સ્ટેશનની કામગીરી થઇ રહી છે ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ ઉદભવે તેમ છે.

અત્યારે મહોરમ અને ગણેશોત્સવની શરૂઆત થઇ છે. હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારો સાથે આવતા હોય ગામમાં કોમી એખલાશ અને શાંતિનું વાતાવરણ જળવાય રહે તે જોવાની પણ પોલીસની ફરજ છે ત્યારે ગામના આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં પુરતો સ્ટાફજ ન હોય ત્યારે કેવી રીતે કાયદો વ્યવસ્થા જાળવવી તે પણ પોલીસ માટે એક મોટો પ્રશ્ન છે.

ડેડાણ ગામના રર ગામડા માટે આ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા હોય કાયદો વ્યવસ્થા અને સુલેહશાંતિ જળવાય રહે તે માટે જીલ્લા પોલીસ વડાએ તાત્કાલીક ડેડાણ પોલીસ સ્ટેશનના ફસ્ટ-સેકન્ડ ગ્રેડ  પોલીસ કર્મચારીની નિમણુંક કરવા  આ વિસ્તારના પત્રકાર બહાદુરભાઇ હિરાણીએ માંગણી કરી છે. (૧૧.૭)

(12:37 pm IST)