સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ગોંડલ શાળામાં સર્પ નિદર્શન

ગોંડલ શ્રી કુંજ પ્રા.શાળામાં સુરેશભાઇ ગોંડલીયાએ સર્પ નિદર્શન (રૂપ સુંદરી) દ્વારા શાળાના બાળકોને સાપની જાતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે બાળકોને સાપથી ડરવું નહીં પરંતુ સાવચેત જરૂર રહેવું તેમજ સાપને મારવો પણ નહીં તે બાબતે પણ જણાવ્યું હતું અંતમાં બાળકોને સાપ વિશેના પ્રશ્નોના પણ જવાબ આપી આપણે આપણા પર્યાવરણના જતનની અપીલ કરી હતી. તસ્વીરમાં સર્પ નિદર્શન કરાવતા સુરેશભાઇ ગોંડલીયા નજરે પડે છે.

(12:36 pm IST)