સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ભાડલાના રામળીયા ગામે જાુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓ પકડાયા

રાજકોટ તા. ૧૪: ભાડલા પોલીસ મથકના રામળીયા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા.

મળતી વિગતો મુજબ ભાડલાના પી.એસ.આઇ. આર. કે. ઝાલા તથા સ્ટાફે રામળીયા ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) જેન્તી મોહનભાઇ કોળી (ર) અજય રણછોડભાઇ કોળી (૩) બીજલ સોમાભાઇ સીતાપરા (૪) રસીક મોહનભાઇ કોળી (પ) રમેશ ભીમાભાઇ સીતાપરા તથા (૬) પ્રકાશ નાગજીભાઇ મકવાણા રે. તમામ સમળીયાને રોકડા રૂ. ૧૩,ર૯૦ અને મોબાઇલ મળી કુલ ર૬,૭૯૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. (૭.૧૯)

 

(12:17 pm IST)