સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

જામનગરમાં ૬૫ વર્ષના લક્ષ્મીબેન તાલપરાની હત્યા

રાત્રીના લૂંટના ઈરાદે હત્યા થયાનું પ્રાથમિક તારણ

જામનગર તા.૧૪: જામનગરમાં ૬૫ વર્ષના મહિલાની હત્યા થતા દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ શ્યામ ગ્રીન ટાઉનશીપમાં રહેતા લક્ષ્મીબેન કરમશીભાઇ ભાલપરા (ઉ.વ.૬૫) નો મૃતદેહ રાત્રીના ૩:૩૦ વાગ્યા આસપાસ ઠેબા ચોકડી પાસે, રાધીકા સ્કૂલ પાછળથી મળી આવ્યો હતો.

જેની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં વૃદ્ધાની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:12 pm IST)