સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ઓખામાં ર૧ જગ્યાએ ગણેશજીની સ્થાપના

 ઓખાઃ ગણેશ ચતુર્થી પર્વના શ્રદ્ધાળુઓ ભકતી ભાવથી પોતાના ઘરે તેમજ શેરી ગલીઓમાં પંડાલો બનાવી ગજાનન ગણપતી બાપાની વાજતે ગાજતે વિધિસર સ્થાપના કરે છે. અને દસ દિવસ સુધી બાપાની સવાર સાંજ આરતી કરી બાપાનો શ્રદ્ધા પુર્વક પુજન અર્ચન કરી સત્યનારાણની કથા ધુન-ભજન, દાડીયારાસ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છ.ેઆ વર્ષે રેકડ બ્રેક ર૧ પંડાલોની જુદા જુદા એરીયામાં સ્થાપના કરવામાં આવી છે. તેમાંયે નવી બજાર કા રાજા અને ઓખાના રાજા ગણતીની અનોખી એન્ટ્રી જોવા મળી હતી જેમાં ઓખા કા રાજાની યુવા ટીમે મહારાષ્ટ્રીયન ડ્રેસ પરીધાન કરી સર્વેએ મહારાષ્ટ્રીયન ટોપી પહેરી આખા ગામમાં ગણપતી બાપા મોરીયાના નારા સાથે ગણેશ સવારી કાઢી હતી. આમ ઓખામાં ગણેશ પંડાલો સાથે મહારાષ્ટ્રમાં ફેરવાયેલુ નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલ, ભરત બારાઇ ઓખા)(૬.૮)

(12:11 pm IST)