સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 14th August 2022

જામનગરમાં હેડ ક્વાર્ટર ખાતેથી પોલીસ વિભાગ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું

તિરંગા યાત્રા જામનગર શહેરના વિવિધ માર્ગો પર દેશભક્તિના ગીતો સાથે ફરી હતી

જામનગરમાં હેડ ક્વાર્ટર ખાતેથી પોલીસ વિભાગ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના પોલીસ હેડકટર ખાતેથી એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપીઓ અને વિવિધ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પીએસઆઇ તેમજ પોલીસના કર્મીઓ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં બાઈક સાથે જોડાયા હતા. પોલીસ દ્વારા કાઢવામાં આવેલ તિરંગા યાત્રા જામનગર શહેરના વિવિધ માર્ગો પર દેશભક્તિના ગીતો સાથે ફરી હતી જેને લઈને દેશભક્તિનો અનોખો માહોલ બન્યો હતો (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(7:25 pm IST)