સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 14th August 2022

વડિયા ની બજારો બની તિરંગા મય, તિરંગા યાત્રા મા જન મેદની ઉમટી લોકોનો દેશપ્રેમ ઉભરાયો

ભાજપ પ્રેરિત કાર્યક્રમ મા દેશપ્રેમ બતાવવા કૉંગેસ ના હોદેદારો પણ તિરંગા યાત્રા મા જોડાયા: ગ્રામપંચાયત અને ભાજપ નુ આયોજન સરપંચ ની સૂચક ગેરહાજરી

દેશની આઝાદી ના 75વર્ષ પૂર્ણ થતા આઝાદી ના અમૃતમહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સ્વતંત્રપર્વ ની ઉજવણી મા દેશના દરેક પ્રાંત મા તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ અને વડિયા ગ્રામપંચાયત દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તિરંગા યાત્રા વડિયાની શ્રી સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે થી શરુ થઈ મુખ્ય બજાર મા પસાર થતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર બજાર મા ફકત તિરંગા ધ્વજ લહેરતા નજરે પડ્યા હતા ત્યારે વડિયાની બજારો જાણે દેશભક્તિના રંગમાં રંગાયું હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. તો બીજી બાજુ સમગ્ર વડિયા ની શાળાના બાળકો પણ આ યાત્રા મા જોડાતા બાળકો પણ દેશભક્તિ ના રંગે રંગાય દેશ પ્રેમ બતાવવા મા અવ્વલ રહ્યા હતા. આ કાર્યક્રમ ભાજપ પ્રેરિત હોવા છતાં દેશપ્રેમ બતાવી કોંગ્રેસ ના હોદેદારો અને કાર્યકર્તા પણ તિરંગા યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા.સમગ્ર કાર્યક્રમ મા તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, જિલ્લા કારોબારી તુષાર વેગડ, તાલુકા યુવા ભાજપ મંત્રી અનિરુદ્ધ બોરીચા,જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વસંત સોરઠીયા, ઉપ પ્રમુખ જયસુખ ભુવા,કારોબારી ચેરમેન પ્રાગજી વસાણી,સદસ્ય ગજેન્દ્દ પટોળીયા,પરસોતમ હીરાપર, તુષાર ગણાત્રા,છગન ઢોલરીયા,વિરામ બરાળીયા ભાજપ મહિલા મોર્ચા ના પારૂલબેન દાફડા, જ્યોતિબેન, ચંદ્રિકાબેન સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તા, ગામલોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. જોકે આયોજન વડિયા ગ્રામપંચાયત અને ભાજપ પ્રેરિત હોવા છતાં વડિયા સરપંચ મનીષ ઢોલરીયા ની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

(12:21 pm IST)