સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 14th August 2022

ક્યુટોન ગ્રુપમાં આઈટીના દરોડા પૂર્ણ થયા, મોટા પ્રમાણમાં હિસાબી સાહિત્ય જપ્ત કરાયું.

અન્ડર બિલીંગ ઇન્વોઇસ કરી જીએસટી ચોરી ખુલવાની પણ શક્યતાઓ

મોરબી સહીત દેશના અલગ અલગ 25 સ્થળ પર છેલ્લા ત્રણ દિવસથી ચાલી ક્યુટોન ગ્રુપના પ્રમોટર તેમજ માલિકના રહેણાંક મકાન સહિતના સ્થળે ચાલી રહેલું સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે જેમાં કરોડોના બેનામી વ્યવહારો ધ્યાને આવ્યા હોય જેથી આગામી દિવસોમાં મોટી કાર્યવાહીના સંકેત પણ સુત્રો આપી રહ્યા છે
ક્યુટોન ગ્રૂપ દ્રારા અન્ડર ઇનવોઈસ કરી મોટી રકમની આવકની ચોરી કરી હોવાનું દરોડામાં સામે આવે તેવું સુત્રોએ જણાવ્યું હતું અન્ડર બિલીંગ ઇન્વોઇસ કરી જીએસટી ચોરી ખુલવાની પણ શક્યતાઓ જણાઈ રહી છે જેથી આઈટી બાદ કયુંટોન ગ્રુપને જીએસટીની કાર્યવાહીનો સામનો પણ કરવો પડી સકે છે તેમ સુત્રોએ ઉમેર્યું હતું.
સતત પાંચ દિવસ સુધી ચાલેલી સર્ચ કાર્યવાહીમાં હિસાબી સાહિત્યો જપ્ત કરવામાં આવ્યા છે અને કરોડોના બેનામી વ્યવહારો બહાર આવે તેવું સુત્રોએ જણાવ્યું છે.

(10:57 pm IST)