સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 14th August 2022

હળવદવાસીઓમાં દેશભાવના જાગૃત કરવા 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢતું યંગ ઇન્ડિયા ગ્રુપ.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની ભાગરૂપે માટે 2 હજાર જેટલા વિદ્યાર્થીઓએ માન સન્માનભેર 2300 ફૂટની તિરંગા યાત્રા કાઢી દરેક લોકોને આદર્શ વ્યક્તિ તરીકે જીવન જીવી તિરંગાની ગરીમાં જાળવવાનો મેસેજ આપ્યો

મોરબી : 15મી ઓગસ્ટે દેશ અંગ્રેજોની હુકુમતમાંથી આઝાદ થયોને 75 વર્ષ પુરા થતા હોવાથી આ ક્ષણ કરોડો ભારતવાસીઓને કાંતિવિરોની શહાદતને નમન કરવા અને દેશની આન, બાન, શાન ગણાતા તિરંગાને ગૌરવભેર સલામી આપીને રાષ્ટ્ભક્તિ વ્યક્ત કરવાનું પર્વ છે. સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હોય અને હર ઘર તિરંગાથી દરેક ઘરે તિરંગા લગાવવાનું કામ ચાલુ હોય ત્યારે સદૈવ રાષ્ટ્ભાવનાને કેન્દ્રિત રાખીને લોકોના હિતમાં કાર્ય કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે હળવદમાં વિવેકાનંદ સાયન્સ એકેડમીના સહયોગથી આજે 2 હજાર જેટલા વિદ્યાર્થીઓએ માન સન્માનભેર 2300 ફૂટની તિરંગા યાત્રા કાઢી દરેક લોકોને આદર્શ વ્યક્તિ તરીકે જીવન જીવી તિરંગાની ગરીમાં જાળવવાનો મેસેજ આપ્યો હતો.
હળવદમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-મોરબી અને વિવેકાનંદ સાયન્સ એકેડમી-હળવદ દ્વારા આજે 13 ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દરેક લોકોમાં દેશના સ્વંભિમાનના પ્રતીક તિરંગાથી રાષ્ટ્ પ્રત્યેની કૃતજ્ઞતા જાગૃત કરવા આશરે 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવેકાનંદ સાયન્સ એકેડમીના 2 હજાર જેટલા વિદ્યાર્થીઓએ દેશની આન-બાન અને શાનના પ્રતીક તિરંગાની આશરે 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલથી સરા ચોકડી, નંકલક ધામ સામે હળવદ ધ્રાગંધ્રા હાઇવે સહિતના માર્ગો પર ફરીને દરેક લોકોમાં દેશ પ્રત્યે કઈ કરી છુંટવાની ભાવના વ્યક્ત કરવાનો મેસેજ આપ્યો હતો.તિરંગા યાત્રા પર ફૂલ વરસાવીને સ્વાગત કરવામાં આવ્યું હતા. સમગ્ર યાત્રાને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રૂપના મેમ્બર્સ તેમજ વિવેકાનંદ સાયન્સ એકેડેમીના મેનેજીંગ ડાઇરેક્ટર ફેફર, કેમ્પસ ડાઇરેક્ટર પઢીયાર, પ્રિન્સિપાલ કાસેલા હળવદ પોલીસ સ્ટેશનના પી. આઈ. એમ. વી. પટેલ સહિત હળવદ પોલીસે જહેમત ઉઠાવી આ સમગ્ર ત્રિરંગા યાત્રાને સફળ બનાવી હતી.
આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હજારો લોકોએ દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપી દીધી છે. દેશની આઝાદીમાં અનેક ભારતમાતાના વીર સપૂતોનું બલિદાન છે અને હજુ પણ દેશની આન, બાન અને શાન ગણાતા તિરંગાની રક્ષા માટે આપણા દેશના જાબાઝ સૈનિકોએ પ્રાણની આહુતિ આપતા પણ અચકાયા નથી. હજારો જવાનોએ બોર્ડર ઉપર દૂશમનોના દાત ખાટા કરીને તિરંગાની શાન કાયમ રાખી છે. ત્યારે આ તિરંગો જ્યારે લહેરાય ત્યારે દરેક ભારતવાસીઓ આપોઆપ ઉભા થઈને ઉન્નત મસ્તકે સલામી આપે છે. રાષ્ટ્ધ્વજ દેશની આન બાન અને શાન છે. બોર્ડર ઉપર જઇને લડી ન શકાય તો પણ એક આદર્શ નાગરિક બનીને તિરંગાનું ગરીમાંસભર સન્માન જાળવી શકાય. ફક્ત દરેક નાગરિક બંધારણનો આદર કરી જે તે ક્ષેત્રમાં હોય ત્યાં પ્રમાણિકતાથી કામ કરીએ તો આપણા દેશને ભષ્ટાચાર મુક્ત બનતા કોઈ નહિ રોકી શકે

(10:55 pm IST)