સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

ભાવનગરના રાજપરામાં હોટલ માલીક ઉપર અજાણ્યા શખ્સોનું ફાયરીંગ

ભાવનગર, તા., ૧૪: ભાવનગર જીલ્લાના રાજપરા ગામે હોટલ માલીક ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરતા ચકચાર મચી જવા પામી છે.  મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના તમામ તાલુકાનાં રાજપરા ગામે આવેલ એક હોટલનાં માલીક લાલજીભાઇ છગનભાઇ ગોહેલ ઉપર કોઇ અજાણ્યા શખ્સો ફાયરીંગ કરી નાસી છુટયા હતા. જો કે આ બનાવમાં હોટલ માલીકને ખાસ ઇજા થઇ ન હતી. આ બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.

(4:17 pm IST)