સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

બગસરામાં જુગાર દરોડા દરમિયાન પોલીસ કર્મચારીને ૪ મહિલાએ મારમાર્યો

બગસારા તા.૧૪ : બગસરામા ગઇકાલે જીનપરા વિસ્તારમા પોલીસ જુગાર અંગે દરોડો પાડવા ગઇ હતી ત્યારે અહીની ચાર મહિલાઓએ સ્ટાફ સાથે ઝપાઝપી કરી એક પોલીસકર્મીને મારમારી ફરજમા રૂકાવટ કરતા ચારેય મહિલા સામે બગસરા પોલીસ મથકમા ગુનો નોંધાયો છે. પોલીસ મથકના કોન્સ્ટેબલ કનુભાઇ રાણાભાઇ બાંભણીયા સ્ટાફ સાથે અહીના જીનપરા વિસ્તારમા જુગાર અંગે દરોડો પાડવા ગયા હતા. આ દરમિયાન અહી નજમાબેન અલ્તાફ કાળવાતર, સલમાબેન અસલમ કાળવાતર, અમીનાબેન રજાક તેમજ બાનુબેન સીકાભાઇ સૈયદ નામની મહિલાઓ ત્યાં ધસી આવી હતી.આ મહિલાઓએ દેકારો કરી ધક્કામુકી કરી હતી. આ ઉપરાંત કોન્સ્ટેબલ કનુભાઇને ઢીકાપાટુનો મારમારી ફરજમા રૂકાવટ કરી હતી. આ બારામા ચારેય મહિલા સામે બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે પીએસઆઇ એ.વી.સરવૈયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

(1:38 pm IST)