સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

માધવપુર ઘેડમાં ૩ અજાણ્યા શખ્સો મદદ કરવાના બહાને એટીએમ પાસવર્ડ જાણી ૫૫ હજાર ઉપાડી લીધા

પોરબંદર, તા. ૧૪ :. માધવપુર (ઘેડ)માં એટીએમમાં બાબુભાઈ નગાભાઈ કારાવદરા પાસે ૩ અજાણ્યા શખ્સો એટીએમમાં પૈસા કાઢી આપવા મદદ કરવાનું કહીને કાર્ડ લઈને પાસવર્ડ જાણીને પરત આપી દીધુ હતુ. ત્યારબાદ બીજા દિવસે બાબુભાઈના બેન્ક ખાતામાંથી ૫૫ હજાર રકમ ઉપડી જતા ૩ અજાણ્યા શખ્સો સામે ઠગાઈ કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

પોલીસ ફરીયાદમાં જણાવેલ છે કે અજાણ્યા શખ્સોએ પાસવર્ડ પૂછી લઈને બીજા દિવસે બેન્ક ખાતામાંથી ૩૫ હજાર અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધેલા અને ૨૦ હજાર રોકડ ઉપાડી લઈને કુલ ૫૫ હજારની ઠગાઈ કરી હતી.

(1:20 pm IST)