સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

પોરબંદર ખારવા સમાજમાં આગેવાનોએ મૃતક ૭ માચ્છીમારોનું પી.એમ.કરાવી લાશ પરિવારજનોને સોંપી

પોરબંદર તા ૧૪  : દરિયામાં ડુબી જવાથી ૭ માચ્છીમારોના સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરાવીને પરિવારજનોને લાશ સોપી હતી.

ચારેક દિવસ પહેલા દરિયાઇ મોજા ઉછળવાને કારણે ત્રણ હોડીઓ દરિયામાં ડુબી જતા તેમાં રહેલ ૧૩ માછીમારો દરિયામાં ફંગોાળાઇ ગયેલ હતા, તેમાંથી ૬ માચ્છીમારો કિનારા ઉપર આવેલ હતા. તે માચ્છીમારોને ખારવા સમાજના યુવાનોની ટીમ દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ ખારવા સમાજની એમ્બ્યુલન્સ મારફતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. બાદમાં જે ૦૭ માચ્છીમારો દરિયામાં ગરકાવ થઇ ગયેલ હતા. તેમાંથી ૦૩ માચ્છીમારોની (૧) વસંત ભોવાનભાઇ ભરાડા ઉ.વ.૫૨, રહે. પોરબંદર,(ર) મુળુ લાખા ચાવડા ઉ.વ. ૪૫, રહે. પોરબંદર, (૩) મનિષ લાલજીભાઇ મસાણી, ઉ.વ.૨૮, રહે. પોરબંદરના મૃતદેહ નવી બંદર અને ગોસાબાના દરિયા કિનારેથી ૦૩ માચ્છીમારો મૃત હાલતમાં મળી આવેલ હતા. બાદમૉ અન્ય ૦૪ માચ્છીમારોની ખારવા સમાજના યુવાનોની ટીમ દ્વારા દરિયા કિનારા ઉપર શોધખોળ કરતા તા. ૧૧/૦૮/૨૦૧૯ ના રોજ  બીજા ૦૩ માચ્છીમારો (૧) લખમણ ગાંડાભાઇ બાભણીયા ઉ.વ.૫૫, રહે. જાફરાબાદ,(ર) રમેશ પ્રેમજીભાઇ આંજણી ઉ.વ.૫૧, રહે. ભીડીયા વેરાવળ, (૩) શંકર નારણભાઇ સોલંકી ઉ.વ.૪૭, રહે. જાફરાબાદ જેમની દરિયા કિનારા વિસ્તારમાંથી મૃત હાલતમાં મળી આવેલ હતા અને ગત તા. ૧૨ ના રોજ અન્ય ૦૧ લાપતા થયેલ માચ્છીમાર પોરબંદરના રહેવાસી (૧) બાવન વેલાભાઇ હોદારની લાશ પણ મળી આવેલ હતી, જે ૦૭ માચ્છીમારો ગુમ થયેલ હતા તે સાતે સાત માચ્છીમારો મૃત હાલતમાં મળી આવેલ હતા અને તેમનું ખારવા સમાજ, બોટ એસોસીએશન દ્વારા ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પી.એમ. કરાવીને મૃતકના પરિવારજનોને તેમની લાશ સોંપવામાં આવેલ હતી.

અન્ય ૧૬ હોડીઓ તેમજ તેમાં રહેલ ૮૯ માચ્છીમારોને દરિયામાંથી પરત બંદર ઉપર આવવા માટે ખારવા સમાજના વાણોટ શ્રી પ્રેમજીભાઇ ખુદાઇ , બોટ એસોસીએશન અને પીલાણા એસોસીએશનના આગેવાનો દ્વારા તાત્કાલીક પોરબંદર કોસ્ટગાર્ડનો સંપર્ક કરતા કોસ્ટગાર્ડના અધિકારીશ્રીઓએ તેમની ૨૧૫ હેલીકોપ્ટર અને ડોનીયર પ્લેનને હેડ કવાર્ટરથી તાત્કાલીક છોડવામાં આવેલ હતા.

(1:20 pm IST)