સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવઃ જુનાગઢમાં સવારે છાંટા

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો અનુભવ યથાવત છે. આખો દિવસ ધુપ-છાંવવાળુ વાતાવરણ છવાયેલુ રહે છે.

આવા વાતાવરણ વચ્ચે હળવા - ભારે ઝાપટા વરસી જાય છે. જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થાય છે.

શનીવારે સાંજ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ મહેર કરતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે.  અનેક નદી, નાળા, ડેમ, ચેકડેમ, તળાવો છલકાય ગયા વરસાદના કારણે  લોકોને સતાવતો પાણી પ્રશ્ન પણ હલ થઇ ગયો છે.

જુનાગઢ

જૂનાગઢ : જોરદાર વરસાદી માહોલ વચ્ચે આજે સવારે જૂનાગઢમાં છાંટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

હવામાન વિભાગે આજે અને આવતીકાલની વરસાદની આગાહી કરી હોય જેના પગલે જૂનાગઢ સહિત સોરઠભરનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.

સવારે જૂનાગઢમાં સુર્યદેવતાના અલપ ઝલપ દર્શન થયા હતા આ પછી વાદળો ઘેરાય જતાં સૂર્યનારાયણ અલોપ થઇ ગયા હતાં.

સવારથી મેઘાવી માહોલ હોય સવારે ૧૦ ની આસપાસ જૂનાગઢમાં હળવા વરસાદનાં છાંટા વરસ્યા હતાં. અન્ય વિસ્તારમાં નોંધપાત્ર વરસાદનાં વાવડ નથી.

(1:14 pm IST)