સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં ત્રણ બાયસનના મોત :મૈસુરથી દોઢ મહિના પહેલા જ લઇ આવેલ હતા

બાયસનને કીડની અને લીવર માં ઇન્ફેક્શન

જુનાગઢનાં સક્કરબાગ ઝૂ માં ત્રણ બાયસનના મોત થયા છે. મૈસુર ઝુ માંથી બાયસનને લાવવામાં આવ્યા હતા. માત્ર દોઢ માસ માંજ ત્રણેય બાયસનના મોત થયા છે  બાયસનને કીડની અને લીવર માં ઇન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે સાથે સાથ એ પણ સામે આવ્યું છે કે સક્કરબાગ ઝૂ ઇન્ફેક્શનથી બચાવવામાં નીષ્ફળ ગયેલ તંત્ર હવે ફરીવાર મૈસુર ઝૂ માંથી નવાં બાયસન લાવવાની વાત કરે છે.

    મૈસુર ઝુમાંથી સક્કરબાગ ઝૂમાં ત્રણ બાઈસન અને બે કાળા હંસ લાવવામાં આવ્યા હતા. સક્કરબાગ ઝૂમાંથી બદલામાં મૈસૂરને ચાર સિંહો આપવામાં આવ્યાં હતા

  અત્રે  ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઉત્તરપ્રદેશના ગોરખનાથ ઝૂમાં સિંહો મોકલવામાં આવ્યા હતા. જૂનાગઢનું સક્કરબાગ ઝુની ગણના દેશના મોટા ઝુમાં થાય છે. ગીર અભ્યારણ હોવાના કારણે અહીંથી સિંહોને અન્ય ઝૂમાં મોકલવામાં આવે છે. જ્યારે તે ઝૂના પ્રાણીઓને જૂનાગઢની જનતાના દર્શન માટે લઈ આવવામાં આવે છે. બાયસન પહેલા પણ જૂનાગઢ ઝૂમાં લાવવામાં આવેલ ચિતાનું પણ કિડની ફેલ થવાના કારણે મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે વિદેશી પ્રાણીઓને ગુજરાતનું વાતાવરણ માફક નથી આવી રહ્યું. જેથી વિદેશથી મંગાવાયેલા મોંઘાદાટ પ્રાણીઓ માથે પડે છે.

(11:59 am IST)