સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

જોડીયાના માધાપર ગામે વરસાદથી તારાજી થતા સાંસદ માડમે મુલાકાત લીધી

ખેડૂતોના ઉભા પાક સાથે જમીનનુ ધોવાણની વિગતો મેળવી

જોડીયા તા. ૧૪: તાલુકાના જીરાગઢ પાસે આજી ૪ ડેમથી શનિવારે ભારે મેઘ મેહર વચ્ચે ડેમના પાટીયા ખોલાતા માધાપર ગામ સહિત ખેતીને પારવાર નુકશાન થયેલ છે. મોટા પ્રમાણમાં ખેડૂતોના ઉભા પાક સાથે ખેત ધોવાણ થયેલ, દરિયા કાંઠા નજીક માધાપર ગામના ખેડુતો માટે મેઘ મેહર કેહેર સાબિત થયેલ છે.

એકલા માધાપર ગામના ખેડૂત રાજેશ કિશોર ભિમાણીના પરિવારની આશરે ૪૩ વિઘામાં ઉભા પાક સાથે ઠેર-ઠેર ખેતરનુ ધોવાણ થતા ખેડૂતો પાયમાલ થયા છે. આજી ૪ ડેમનુ વરસાદી પાણી કરી વળતા સ્થાનનિક તંત્ર સાથે જિલ્લા સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય રાવજી પટેલે ગામની મુલાકાત લઇને ગામ પ્રજા પાસેથી તારાજી અંગેનો અહેવાલ મેળવ્યો હતો. તે ઉપરાંત તાલુકાના વરસાદથી પ્રભાવિત ગામોનો પ્રવાસ કરેલ હતો.

(11:54 am IST)