સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

મોરબીની સબ જેલમાં શિવપુરાણ

મોરબીઃ સબ જેલમાં રહેતા કેદઓમાં આધ્યાત્મિકતા આવે અને તેઓ દુર્ગુણોને ત્યજીને સત્કર્મના માર્ગે વળે તેવા હેતુથી પવિત્ર શ્રાવણ માસ નિમિતે મોરબી સબ જેલમાં શિવપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સબ જેલના જેલર એલ વી પરમારના માર્ગદર્શન હેઠળ આયોજિત શિવ પુરાણમાં કથાકાર નીખીલ પંડ્યા કથાનું રસપાન કરાવી રહ્યા છે શિવ પુરાણમાં પોથી યાત્રા સહિતના પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તેમજ સબજેલના કેદીઓ કથાનું રસપાન કરી રહ્યા છે જેલરે જણાવ્યું હતું કે સબજેલમાં ભાગવત સપ્તાહ, શિવ પુરાણ જેવા આયોજન કરીને કેદીઓમાં આધ્યાત્મિક વિચારો આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સબ જેલના કેદીઓ અને સબજેલના સ્ટાફ સહિતનાઓ કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે.  કથાકાર સાથે પોલીસ સ્ટાફની તસ્વીર.

(11:49 am IST)